12 – જાતીય અનૈતિકતા

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: જાતીય અનૈતિકતા.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે ક્યારનુંયે વ્યભિચાર કર્યો છે.

અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.

હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.'

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 177 ફકરાઓ

તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.

પછી ઈશ્વરે કહ્યું, "કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે, માટે હું હવે, ત્યાં નીચે ઊતરીશ અને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે તે પ્રમાણે તેઓ ભ્રષ્ટ થયા છે કે નહિ. જો એવું નહિ હોય તો મને માલૂમ પડશે. તેથી તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા, પણ ઇબ્રાહિમ ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો. પછી ઇબ્રાહિમે પાસે આવીને કહ્યું, "શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો? કદાચ તે નગરમાં પચાસ ન્યાયી લોકો હોય, તો શું તમે તેનો નાશ કરશો અને ત્યાં એ પચાસ ન્યાયી છે તેને લીધે તેને નહિ બચાવો? એવું કરવાનું તમે ટાળો. એટલે ભ્રષ્ટ લોકોની સાથે ન્યાયીઓને મારી નાખવા. અને દુષ્ટો જેવો જ વ્યવહાર ન્યાયીઓની સાથે થાય એવું તો તમે નહિ જ કરો! આખી પૃથ્વીના ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?" ઈશ્વરે કહ્યું, "જો સદોમ નગરમાં મને પચાસ ન્યાયી મળશે, તો તેઓને સારુ હું નગરને બચાવીશ." ઇબ્રાહિમે ઉત્તર આપ્યો અને કહ્યું, "મેં શું કર્યું છે? હું ધૂળ તથા રાખ હોવા છતાં મેં પ્રભુ ઈશ્વરની આગળ બોલવાની હિંમત કરી છે! જો ત્યાં પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય તો પાંચ ઓછા હોવાના લીધે શું તમે તે નગરનો નાશ કરશો?" અને તેમણે કહ્યું, "જો મને ત્યાં પિસ્તાળીસ ન્યાયી મળશે, તો પણ હું તેનો નાશ નહિ કરું." તેણે ફરી તેમની સાથે વાત કરી અને કહ્યું, "કદાચ ત્યાં ચાળીસ ન્યાયી મળે તો?" તેમણે ઉત્તર આપ્યો, "ચાળીસને લીધે પણ હું એમ નહિ કરું." તેણે કહ્યું, "કૃપા કરીને પ્રભુ, ગુસ્સે ના થાઓ તો હું બોલું. કદાચ ત્યાં ત્રીસ ન્યાયી મળે તો?" તેમણે ઉત્તર આપ્યો, "જો ત્યાં ત્રીસ ન્યાયી મળે તો પણ હું નગરને એવું કરીશ નહિ." તેણે કહ્યું, "મેં પ્રભુ આગળ બોલવાની હિંમત કરી છે! કદાચ ત્યાં વીસ મળે તો." તેમણે ઉત્તર આપ્યો, "વીસ ન્યાયીને લીધે પણ હું તેનો નાશ નહિ કરું." અંતે તેણે કહ્યું, "પ્રભુ, કૃપા કરીને ગુસ્સે ન થાઓ તો આ છેલ્લી વાર હું બોલું. કદાચ ત્યાં દસ ન્યાયી માણસો મળે તો?" તેમણે કહ્યું, "દસને લીધે પણ હું તેનો નાશ નહિ કરું."

સદોમમાં સાંજે બે દૂત આવ્યા. ત્યારે લોત સદોમના પ્રવેશદ્વારે બેઠો હતો. લોત તેઓને જોઈને મળવા ઊઠ્યો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેણે કહ્યું, "મારા પ્રભુ, કૃપા કરો, હું તમને વિનંતી કરું છું કે તમારા દાસને ઘરે આવો, રાતવાસો કરો અને મારા મહેમાન થાઓ. પછી વહેલા ઊઠીને તમારા માર્ગે જજો." અને તેઓએ કહ્યું, "ના, અમે તો આખી રાત નગરના ચોકમાં વિતાવીશુ." પણ તેણે તેઓને ઘણો આગ્રહ કર્યો તેથી તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે ભોજન અને બેખમીરી રોટલી તૈયાર કરી અને તેઓ જમ્યા. પરંતુ તેઓના સૂઈ ગયા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમ નગરના દરેક ભાગથી ધસી આવેલા વૃદ્ધો અને જુવાનો લોકોએ ઘરને ઘેરી લીધું. તેઓએ લોતને બોલાવ્યો અને તેને કહ્યું, "જે માણસો આજ રાત્રે તારી પાસે આવ્યા તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ, કે અમે તેઓ પર બળાત્કાર કરીએ." તેથી લોત બારણા બહાર તેઓની પાસે ગયો અને પછી તેણે પોતે તે બારણું બંધ કરી દીધું. તેણે કહ્યું, "મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે એવું ખરાબ કામ કરશો નહિ. મારી બે દીકરીઓ છે. તેઓનો કોઈ પુરુષ સાથે સંબંધ થયેલો નથી. હું વિનંતી કરું છું કે મને તેઓને તમારી પાસે બહાર લાવવા દો અને તમારી દ્રષ્ટિમાં જે તમને સારું લાગે, તે તેઓને કરો, પણ જે માણસો મારા ઘરે મહેમાન તરીકે આવ્યા છે તેઓને કંઈ ન કરો." તેઓએ કહ્યું, "પાછો હટ!" તેઓએ એ પણ કહ્યું, "આ અહીં વિદેશીની જેમ રહેવાને આવ્યો હતો અને હવે તે આપણો ન્યાયાધીશ થવા બેઠો છે! હવે તેઓના કરતા અમે તારી સાથે વધારે ખરાબ વ્યવહાર કરીશું." તેઓએ લોતને, ધક્કાધક્કી કરી અને દરવાજો તોડી નાખવા માટે નજીક આવ્યાં. પણ અંદર રહેલા પુરુષોએ પોતાના હાથ લંબાવીને તેઓની પાસેથી લોતને ઘરમાં ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. અને ઘરના બારણા પાસે જે હતા, તે સર્વને અંધ બનાવી દીધા. તેઓ ઘરનું બારણું શોધતાં શોધતાં થાકી ગયા.

પછી તેઓએ લોતને કહ્યું, "અહીં તારી પાસે બીજા કોઈ છે? તારો જમાઈ, તારા દીકરાઓ, તારી દીકરીઓ તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, અહીંથી બહાર મોકલી દે. અમે આ જગ્યાનો નાશ કરવાના છીએ, કારણ કે આ લોકોનાં ખરાબ કૃત્યો તેઓની વિરુદ્ધ ઈશ્વરની આગળ પુષ્કળ પ્રમાણમાં થયાં છે. તેથી તેઓનો નાશ કરવાને ઈશ્વરે અમને મોકલ્યા છે." લોત બહાર આવ્યો, એટલે તેની દીકરીઓ સાથે લગ્ન કરવાનું વચન આપનારા તેના જમાઈઓને કહ્યું, "જલ્દી, આ જગ્યાથી બહાર જતા રહો, કેમ કે ઈશ્વર આ નગરનો નાશ કરવાના છે." પણ તેના જમાઈઓને એમ લાગ્યું કે તે મજાક કરે છે. વહેલી સવારે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, "ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને લઈને નીકળી જા, જેથી નગરને થનારી સજામાં તું નાશ ન પામે." પણ તે વિલંબ કરતો હતો. તેથી તે દૂતોએ તેના, તેની પત્નીના અને તેની બે દીકરીઓના હાથ પકડ્યા, કેમ કે ઈશ્વર તેની પર દયાળુ હતા. તેઓ તેમને બહાર લાવ્યા અને તેઓને નગરની બહાર પહોંચાડ્યાં. તેઓ તેમને બહાર લાવ્યા ત્યારે તે દૂતોમાંના એકે લોતને કહ્યું, "તું પોતાનો જીવ બચાવવા નાસી જા! પાછળ જોતો નહિ અને મેદાનમાં કોઈ જગ્યાએ રોકાતો નહિ. તારો નાશ ન થાય માટે પર્વત પર નાસી જજે."

પછી પ્રભુ ઈશ્વરે આકાશમાંથી સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ વરસાવ્યાં.

પણ લોતની પત્ની જે તેની પાછળ હતી, તેણે પાછળ ફરીને જોયું અને તે જ ક્ષણે તે ક્ષારનો થાંભલો થઈ ગઈ.

પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, "તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે."

હમોર હિવ્વી જે દેશનો રાજા હતો, તેના દીકરા શખેમે તેને જોઈને તેને પકડી અને બળાત્કાર કર્યો.

જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીને ઇઝરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો.

તેઓએ હમોરને તથા તેના દીકરા શખેમને તરવારની ધારથી માર્યા અને શખેમના ઘરેથી દીનાને લઈને ચાલ્યા ગયા. યાકૂબના બાકીના દીકરાઓએ મૃત્યુ પામેલાઓના એ નગરમાં આવીને તેને લૂટ્યું, કેમ કે તે લોકોએ તેઓની બહેનને ભ્રષ્ટ કરી હતી.

પણ શિમયોન તથા લેવીએ કહ્યું, "શખેમ ગણિકાની સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન અમારી બહેન સાથે કરે એ શું બરાબર છે?"

જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું. તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, "ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે." કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, "મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ? તેણે કહ્યું, "ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું." તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું? તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, "તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી." તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ. તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા. તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ. પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, "જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?" તેઓએ કહ્યું, "અહીં તો કોઈ ગણિકા નથી." તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, "મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, 'અહીં કોઈ ગણિકા ન હતી.'" યહૂદાએ કહ્યું, "તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ." પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, "તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે." યહૂદાએ કહ્યું, "તેને અહીં લાવો અને સળગાવી દો." જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, "આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું" તેણે કહ્યું, "આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે." યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, "તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.

પછી એવું થયું કે તેના માલિક પોટીફારની પત્નીએ યૂસફ પર કુદ્રષ્ટિ કરીને કહ્યું, "મારી સાથે સૂઈ જા." પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, "જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે. આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?" દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો. એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું. ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, "મારી સાથે સૂઈ જા." પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો.

જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે, ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, "જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી. અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો." તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું. તેણે તેના પતિ સમક્ષ ખુલાસો કર્યો કે, "આ હિબ્રૂ દાસ કે જેને તું આપણા ઘરમાં લાવ્યો છે, તે મારી આબરુ લેવા માટે મારી પાસે આવ્યો હતો. પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો." જયારે તેના માલિકે તેની પત્નીની કહેલી વાત સાંભળી કે, "તારા દાસે મને આમ કર્યું," ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે યૂસફને જે જગ્યાએ રાજાના કેદીઓ કેદ કરાતા હતા, તે કેદખાનામાં પુરાવી દીધો.

તમારે વ્યભિચાર કરવો નહિ.

તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ."

જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.

તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું. તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ. તારા પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે શારીરિક સંબંધ ન કર; તે તારા પિતાના અપમાન જેવું છે. તારી બહેનોમાંની કોઈની સાથે શારીરિક સંબંધ ન કર. તે તમારા પિતાની પુત્રી હોય કે માતાની પુત્રી હોય; પછી તે ઘરમાં જન્મેલી હોય કે તારાથી દૂર બહાર જન્મેલી હોય. તારે તારી બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો નહિ. તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે. તારે તારા પિતાની પત્નીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તે તારી બહેન છે અને તારે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તારે તારા પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારા પિતાની તે નજીકની સગી છે. તારે તારી માતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારી માતાની તે નજીકની સગી છે. તારે તારા પિતાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. કે એવા ઇરાદા સાથે તેની નજીક ન જવું. કેમ કે તે તારી કાકી છે. તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું. કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે. તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.

સ્ત્રીના માસિકસ્રાવ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. કેમ કે એ સમયમાં તે અશુદ્ધ છે. તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી. તારે તારા કોઈ બાળકને અગ્નિમાં ચલાવીને મોલેખને ચઢાવવા ન આપ. આ રીતે તારા ઈશ્વરનો અનાદર ન કરવો. હું યહોવાહ છું. સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે. તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.

તારી પુત્રીને ગણિકા બનાવીને ભ્રષ્ટ કરવી નહિ; રખેને દેશ વેશ્યાવૃતિમાં પડે અને આખો દેશ દુષ્ટતાથી ભરપૂર થાય.

જે કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે અથવા પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે તેઓ બન્નેને નિશ્ચે મૃત્યુદંડ આપવો. જે કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે, તેણે પોતાના પિતાને કલંક લગાડે છે, તે બન્ને મૃત્યુદંડને પાત્ર થાય. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે. કોઈ પુરુષ જો પોતાની પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે બન્નેને મૃત્યુદંડ આપવો. તેઓએ અસ્વાભાવિક કાર્ય કર્યું છે. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે. કોઈ પુરુષ જો અન્ય પુરુષ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ બાંધે તો તે બન્નેએ ધિક્કારપાત્ર કાર્ય કર્યુ છે, તેઓને મૃત્યુદંડ આપવો. તેઓનો દોષ મૃત્યુને લાયક છે. કોઈ પુરુષ જો કોઈ સ્ત્રીને અને તેની માતાને એમ બન્નેની સાથે લગ્ન કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે બન્ને સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં. એ માટે કે તમારી મધ્યે કોઈ દુષ્ટતા રહે નહિ. કોઈ પુરુષ જો કોઈ પશુ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને મારી નાખવું. અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે શારીરિક સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બન્નેને મારી નાખવાં કારણ, તેઓનો દોષ એ સજાને લાયક છે.

જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માતાની પુત્રી સાથે લગ્ન કરે અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે તો એ શરમજનક કાર્ય છે. તેઓને તેઓના લોકોની વચ્ચેથી અલગ કરવા. કેમ કે એ વ્યક્તિએ પોતાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે. તેનો દોષ તે પુરુષને માથે. જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના માસિકસ્રાવ દરમિયાન શારીરિક સંબંધ બાંધે તો તેણે તેનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે અને તેણે પોતાનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે. પુરુષ અને સ્ત્રી એ બન્નેને તેઓના લોકોમાંથી અલગ કરવા. તારે તારી માતાની બહેન કે પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો કેમ કે એમ કરવાથી તું તેમને કલંકિત કરે છે. તેઓને તેઓના પાપની સજા થવી જ જોઈએ. જો કોઈ માણસ પોતાના કાકાની પત્ની સાથે સૂઈ જાય, તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બન્નેને તેઓના પાપની સજા થવી જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે. જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે લગ્ન કરે તો તે અપવિત્ર ગણાય; કેમ કે તેણે એના ભાઈને કલંક લગાડયું છે. એ બન્ને નિઃસંતાન અવસાન પામશે.

તેઓ ગણિકા કે કોઈ અશુદ્ધ સ્ત્રીની સાથે અને જે સ્ત્રીના તેના પતિથી છૂટાછેડા થયા હોય તેની સાથે લગ્ન ન કરે. કેમ કે તેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે. તમારે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે તે મને અર્પણ ચઢાવે છે. તમારે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ તમને પવિત્ર કરનાર યહોવાહ હું પવિત્ર છું. જો કોઈ યાજકની પુત્રી ગણિકા થઈને પોતાને અશુદ્ધ કરે તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને આગથી બાળી નાખવી.

તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહિ. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું. પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું.

ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પરણિત સ્ત્રી પોતાના પતિ વિરુદ્ધ પાપ કરે, એટલે કોઈ અન્ય પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને તેના પતિની આંખોથી તે ગુપ્ત તથા છાનું રહે અને તે સ્ત્રી અશુદ્ધ થાય અને તેની વિરુદ્ધ કોઈ સાક્ષી આપનાર ના હોય, તેમ જ તે કૃત્ય કરતી વેળાએ તે પકડાઇના હોય,

જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે વહેમ માટેનો નિયમ એ છે.

ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું.

તું વ્યભિચાર ન કર.

'તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.'

સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.

પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય, તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.

જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે, તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય. પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે. કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું.

વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય; તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.

કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.

વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.

ઇઝરાયલની દીકરીઓમાં કોઈ પણ વેશ્યા ન હોય અને ઇઝરાયલપુત્રોમાં કોઈ સજાતીય સંબંધ ધરાવતા ન હોય. ગણિકાની કમાણી તથા કૂતરાનું મૂલ્યની માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.

'જે કોઈ માણસ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે શાપિત થાઓ, કેમ કે, તેણે પોતાના પિતાની નિવસ્ત્રતા જોઈ.' અને બધા લોકો કહે, 'આમીન.'

'જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુંની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

'જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

'જે કોઈ માણસ તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

સામસૂન ગાઝામાં ગયો અને ત્યાં એક ગણિકાને જોઈ અને તે તેની પાસે રાત વિતાવવાને ગયો.

ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી. પણ તેની ઉપપત્ની તેને અવિશ્વાસુ હતી. તેણે વ્યભિચાર કર્યો તેના પતિને મૂકીને પોતાના પિતાના ઘરે બેથલેહેમના યહૂદિયામાં પાછી ગઈ. તે ત્યાં ચાર મહિના સુધી રહી.

તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, "જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ." તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, "ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો" જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો" જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું. તેની આબરુ લો તથા તમને જેમ સારુ લાગે તેમ તેની સાથે કરો. પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો!" પણ તે માણસોએ તેનું સાંભળ્યું નહિ, તેથી તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને આખી રાત તેની સાથે દુષ્કર્મ કર્યું, સવાર પડતાં તેઓએ તેને છોડી દીધી. સૂર્યોદય થતાં તે સ્ત્રી નીચે આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના બારણા આગળ પડી રહી. જયારે તેનો પતિ સવારે ઊઠ્યો અને પોતાના કામે જવાને નીકળ્યો ત્યારે બારણાં ખોલીને જોયું તો તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણાં પાસે પડેલી હતી. લેવીએ તેને કહ્યું, "ઊઠ. આપણે ચાલ્યા જઈએ." પણ તેને કોઈ જવાબ ન મળ્યો. તેને ઊંચકીને ગધેડા પર મૂકી અને તે માણસ તેને લઈને પોતાના ઘરે જવાને રવાના થયો. લેવી પોતાને ઘરે આવ્યો અને તેણે છરી લઈને તેની ઉપપત્નીનાં અંગે અંગ કાપ્યાં તેના બાર ટુકડાં કરીને આખા ઇઝરાયલમાં મોકલી આપ્યાં. જે બધાએ તે જોયું તેઓએ કહ્યું કે, "ઇઝરાયલ લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું ભયાનક કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો! મસલત કરો! અમને અભિપ્રાય આપો."

આપણે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સો માણસોમાંથી દસ, હજાર માણસોમાંથી સો અને દસ હજારમાંથી હજાર માણસોને લડનારા લોકો માટે ખોરાકપાણી લાવવાનું કામ સોંપીએ, અને લડવૈયાઓ બિન્યામીનના ગિબયામાં જાય. અને ઇઝરાયલમાં જે દુષ્ટતા તેઓએ કરી છે તે પ્રમાણે તેઓને શિક્ષા કરે. તેથી ઇઝરાયલના સર્વ સૈનિકો એકમતના થઈને નગરની વિરુદ્ધ એકત્ર થયા.

હવે એલી ઘણો વૃદ્ધ હતો; તેણે સાંભળ્યું કે તેના દીકરાઓ સર્વ ઇઝરાયલ સાથે ખરાબ વર્તન કરતા હતા અને તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓ સાથે કુકર્મ કરતા હતા.

એક સાંજે દાઉદ પોતાના પલંગ ઉપરથી ઊઠીને રાજમહેલની છત ઉપર ચાલતો હતો. ત્યાંથી એટલે કે છત પરથી તેણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી. તેથી દાઉદે માણસ મોકલીને જેઓ તે સ્ત્રી વિષે જાણતા હતા તેઓને પૂછપરછ કરાવી. તો કોઈએકે કહ્યું, "શું એ એલીઆમની દીકરી, ઉરિયા હિત્તીની પત્ની બાથ-શેબા નથી?" દાઉદે સંદેશાવાહકો મોકલીને તેને તેડી મંગાવી; તે તેની પાસે આવી અને તે તેની સાથે સૂઈ ગયો (તે પોતાની માસિક અશુદ્ધતામાંથી શુદ્ધ થઈ હતી). પછી તે પોતાને ઘરે પાછી ગઈ. તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે; "હું ગર્ભવતી છું."

તો શા માટે તેં ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુશમાર તે કર્યો છે? તેં ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો. અને તેની પત્નીને તેં તારી પત્ની બનાવી લીધી. તેં તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું. તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે.' ઈશ્વર કહે છે કે, 'જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે. કેમ કે તેં તારું પાપ ગુપ્તમાં કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ.'"

જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, "મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા." તામારે તેને ઉત્તર આપ્યો કે, "નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર! હું આ મારા જીવનમાં આબરુહીન થઈને ક્યાં જાઉં? વળી આ કૃત્યને કારણે આખા ઇઝરાયલમાં તું બહુ મોટો મૂર્ખ જેવો બનીશ. મહેરબાની કરીને, હું તને કહું છું કે તું રાજાને કહે. તે તને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશે." પણ આમ્નોને તેનું કહેવું ગણકાર્યું નહિ. તે તેના કરતાં બળવાન હોવાથી, તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો.

હવે સુલેમાન રાજાને ફારુનની દીકરી ઉપરાંત બીજી ઘણી વિદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમ્મોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો. જે પ્રજાઓ વિષે યહોવાહે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, "તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહિ, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહિ, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે." પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો. સુલેમાનને રાજવંશમાંની સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું. સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું. અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહિ. સુલેમાન સિદોનીઓની દેવી આશ્તોરેથનો તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ દેવનો પૂજારી થયો. આ રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યા નહિ.

એટલું જ નહિ, દેશમાં સજાતીય સંબંધોવાળા લોકો પણ હતા. જે સર્વ પ્રજાઓને યહોવાહે ઇઝરાયલ આગળથી હાંકી કાઢી હતી તેઓના સર્વ ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તેઓએ કર્યું.

તેણે સજાતીય સંબંધો રાખનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.

તેણે તેના પિતા આસાના દિવસોમાં બાકી રહેલા સજાતીય સંબંધો રાખનારા લોકોને દેશમાંથી દૂર કર્યા.

તેણે યહોવાહના ઘરમાં આવેલા સજાતીય સંબંધવાળાઓનાં નિવાસસ્થાનો, જેની અંદર સ્ત્રીઓ અશેરા માટે વસ્ત્રો સીવતી હતી, તેઓને તેણે તોડી પાડ્યાં.

"મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; તો હું કેવી રીતે કોઈ કુમારિકા પર વાસનાભરી નજર કરી શકું?"

વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે. તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.

કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે. પણ તેનો અંત વિષ જેવો કડવો, બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે.

મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ?

તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે. તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ. કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરૂષના મુલ્યવાન જીવનનો શિકાર કરશે. જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે? જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે? એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.

જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.

જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે. કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી; અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો. એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો. દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે. અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે.

તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે. જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે. આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે. હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો. તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે. તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.

પ્રામાણિક માણસની નેકી, ઈશ્વરને પસંદ છે તેથી તે બચી જશે, પરંતુ કપટ કરનારા તેઓની પોતાની યોજનાઓમાં ફસાય છે.

પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.

ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે. તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.

જે કોઈ ડહાપણને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે, પણ જે ગણિકાઓની સાથે સંબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે.

વ્યભિચારી સ્ત્રીની રીત આવી હોય છે - તે ખાય છે અને પોતાનું મુખ લૂછી નાખે છે અને કહે છે કે, "મેં કશું ખોટું કર્યું નથી."

તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી. જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે.

વિશ્વાસુ નગર કેમ વ્યભિચારી થઈ ગયું છે! તે ઇનસાફથી, ન્યાયપણાથી ભરપૂર હતું, પણ હવે તે ખૂનીઓથી ભરપૂર છે.

પણ તમે જાદુગરના દીકરાઓ, વ્યભિચારિણી તથા ગણિકાનાં સંતાન તમે પાસે આવો.

તેઓ કહે છે, ''જો પુરુષ પોતાની પત્નીને કાઢી મૂકે અને તે તેની પાસેથી જઈને બીજા પુરુષને પરણે, તો શું તે તેની પાસે પાછો જાય? જો એમ બને તો એ દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?'' પણ તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને છતાં તું મારી પાસે પાછી આવવા માગે છે? એવું યહોવાહ કહે છે. તું ખાલી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો, તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો? રણમાં જેમ આરબ પ્રતિક્ષા કરે છે. તેમ તું તેઓને સારુ રસ્તાની ધારે બેઠી છે, અને તેં તારા વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ભ્રષ્ટ કરી છે. આથી વરસાદને અટકાવવામાં આવ્યો છે અને પાછલો વરસાદ પણ વરસ્યો નથી; પણ તને ગણિકાનું મગજ હતું. તેં તો શરમ છેક મૂકી દીધી છે.

યોશિયા રાજાના સમયમાં યહોવાહે મને પૂછ્યું કે, "મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પ્રજાએ જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે વ્યભિચાર કર્યો છે. મેં કહ્યું કે, 'તેણે આ સર્વ કામ કર્યા પછી મેં ધાર્યું હતું કે, તે મારી તરફ ફરશે પણ તે ફરી નહિ, તેણે જે કર્યું છે તે તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયાએ નિહાળ્યું છે. મેં એ પણ જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને હાંકી કાઢી હતી. મેં તેને છૂટાછેડા આપ્યા હતા. તેમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ વ્યભિચાર કર્યો.

જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે તેમ, ઓ ઇઝરાયલના વંશજો, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. એવું યહોવાહ કહે છે.

હું કેમ કરીને તેમને માફી આપું? તમારાં સંતાનોએ મારો ત્યાગ કર્યો છે અને જેઓ દેવો નથી તેઓને વચન આપ્યા છે. મેં તેમને ખવડાવીને તૃપ્ત કર્યા પણ તેઓએ વ્યભિચાર કર્યો. અને ગણિકાઓનાં ઘરોમાં તેઓનાં ટોળેટોળાં ભેગાં થયાં. તેઓ મસ્ત ઘોડાઓનાં જેવા હતા. દરેક પોતાની પડોશીની સ્ત્રી તરફ સિસકારા કરે છે.

તમે ચોરી કરો છો, ખૂન કરો છો અને વ્યભિચાર કરો છો, ખોટા સમ ખાઓ છો તથા બઆલની આગળ ધૂપ બાળીને અન્ય દેવો જેને તમે ઓળખતા નથી તેમની પાછળ ચાલો છો,

જંગલમાંના પર્વતો પર જારકર્મ, તથા તારો ખોંખારો, તારા વ્યભિચારની બદફેલી તારાં એ અધમ કૃત્યો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને અફસોસ! તારે શુદ્ધ થવું જ નથી. ક્યાં સુધી તારી એવી દશા રહેવાની?

અને યરુશાલેમના પ્રબોધકોમાં મેં ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે અને અસત્યના માર્ગે ચાલે છે. તેઓ દુષ્ટોના હાથને મજબૂત કરે છે. અને કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી. મારે મન તેઓ બધા સદોમના જેવા છે. અને તેના રહેવાસીઓ ગમોરાના જેવા થઈ ગયા છે."

કેમ કે તેઓએ ઇઝરાયલમાં મોટી મૂરખામી કરી છે. તેઓએ પોતાના પડોશીઓની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારા નામે જૂઠાણું પ્રગટ કર્યું હું એ વાતો જાણું છું; અને સાક્ષી છું." એમ યહોવાહ કહે છે.

તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે.

"પણ તેં તારી પોતાની સુંદરતા પર ભરોસો કર્યો છે, તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ, તેં પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો. તેં તારા વસ્ત્રોમાંથી લઈને અલગ અલગ રંગના વસ્ત્રોથી પોતાને માટે ઉચ્ચસ્થાનો બનાવ્યાં, ત્યાં વ્યભિચાર કર્યો. એવું કદી થયું ન હતું અને થશે પણ નહિ. મારાં સોનાચાંદીનાં તારાં જે ઘરેણાં મેં તને આપ્યાં હતાં, તે લઈને તેં પોતાને માટે પૂતળાં બનાવ્યાં, તેની સાથે વ્યભિચાર કર્યો.

"વળી મેં તને જે દીકરા-દીકરીઓના દાન આપ્યાં તેઓને લઈને તેં તેઓને બલિદાન તરીકે આપ્યાં. શું તારો આ વ્યભિચાર તને નાની વાત લાગે છે? એટલું જ શું તારે માટે પૂરતું નહોતું, તેં મારાં બાળકોને તેઓને માટે અગ્નિમાં બલિદાન કરીને મારી નાખ્યાં. તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.

તેં રસ્તાના દરેક મથક આગળ સભાસ્થાનો બંધાવ્યા છે, પોતાની સુંદરતાને કંટાળો આવે એવું તેં કરી નાખ્યું છે, કેમ કે તેં પાસે થઈને જનાર દરેકની આગળ પોતાના પગ ખુલ્લા કરીને વ્યભિચાર કર્યો છે. તેં પુષ્કળ વિલાસી ઇચ્છાવાળા મિસરવાસીઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં મને ગુસ્સે કરવા ઘણો બધો વ્યભિચાર કર્યો છે. તેથી જો, હું તારી સામે મારો હાથ લંબાવીશ અને તારો ખોરાક ઓછો કરી નાખીશ. હું તારું જીવન તારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. પલિસ્તીઓની પુત્રીઓ તારાં શરમજનક કાર્યોથી શરમાઈ ગઈ છે. તને સંતોષ ન થતાં તેં આશૂરના લોકોની સાથે પણ વ્યભિચાર કર્યો છે. તેઓની સાથે વ્યભિચાર કર્યો છતાંય તું સંતોષ પામી નહિ. વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાં તને તૃપ્તિ થઈ નહિ.

"તું આવાં બધાં કાર્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનાં કાર્યો કરે છે માટે તારું હૃદય નબળું પડ્યું છે? "એવું પ્રભુ યહોવાહ કહે છે. તું તારો ઘૂમટ દરેક શેરીને મથકે બાંધે છે અને દરેક જગ્યાએ તું તારાં મંદિરો બાંધે છે, તું ખરેખર ગણિકા નથી, કેમ કે તું તારા કામના પૈસા લેવાનું ધિક્કારે છે. તું વ્યભિચારી સ્ત્રી, તું તારા પતિને બદલે બીજાઓનો અંગીકાર કરનારી. લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે. તેથી તારી અને બીજી ગણિકાઓ વચ્ચે તફાવત છે, કેમ કે કોઈ તારી સાથે સૂવાને તારી પાછળ આવતું નથી, પણ તું તેઓને વેતન આપે છે, કોઈ તને આપતું નથી."

તેથી હે ગણિકા, યહોવાહનું વચન સાંભળ. પ્રભુ યહોવાહ એવું કહે છે: "તારી મલિનતા રેડવામાં આવી અને તારા પ્રેમીઓ સાથેના વ્યભિચારથી તારી નિર્વસ્ત્રતા ઉઘાડી થઈ છે તેને કારણે તથા તારાં બધા ધિક્કારપાત્ર કૃત્યોની બધી મૂર્તિઓને લીધે અને તારાં અર્પણ કરેલાં બાળકોના લોહીને લીધે; જો, હું તારા પ્રેમીઓને-જેઓને તું મળી હતી તેઓને, જે બધાઓને તું પ્રેમ કરતી હતી, જે બધાને તું ધિક્કારતી હતી તેઓને પણ હું ભેગા કરીશ, તેઓને હું ચારેબાજુથી ભેગા કરીશ. તેઓની આગળ તને ઉઘાડી કરીશ, જેથી તેઓ તારું સર્વ ઉઘાડુંપણું જુએ. ખૂની તથા વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. હું તારા પર મારો ક્રોધ તથા આવેશ ઉતારીશ.

તેઓ તારાં મકાનો બાળી મૂકશે અને ઘણી સ્ત્રીઓના દેખતાં તને સજા કરશે. આમ, હું તારા વ્યભિચારનો અંત લાવીશ અને ત્યાર પછી તું કોઈને કંઈ પણ વેતન આપશે નહિ. ત્યારે હું તારા પરનો મારો રોષ શાંત કરીશ; મારો ગુસ્સો શમી જશે, કેમ કે મને સંતોષ થશે અને ત્યાર પછી હું ગુસ્સો કરીશ નહિ. પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ" એવું પ્રભુ યહોવાહ કહે છે- "તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?

તારી મધ્યે ચાડિયા લોહી વહેવડાવનારા થયા છે, તેઓ પર્વત પર ખાય છે. તેઓ તારી મધ્યે જાતીય પાપો આચરે છે. તારી અંદર તેઓએ પોતાના પિતાઓની આબરૂ ઉઘાડી કરી છે. સ્ત્રીની અશુદ્ધતા સમયે તેઓએ તે અશુદ્ધ સ્ત્રી સાથે બળાત્કાર કર્યો છે. માણસોએ પોતાના પડોશીની પત્નીઓ સાથે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, તેઓએ લંપટતાથી પોતાની પૂત્રવધુને ભ્રષ્ટ કરી છે; ત્રીજાએ પોતાની બહેન સાથે એટલે કે પોતાના બાપની દીકરી સાથે બળાત્કાર કર્યો છે.

યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, હે મનુષ્યપુત્ર, બે સ્ત્રીઓ, એક જ માતાની દીકરીઓ હતી. તેઓએ મિસરમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો. તેઓએ ત્યાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓના સ્તન દાબવામાં આવ્યા, અને ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલાઈ. તેઓમાંની મોટી બહેનનું નામ ઓહોલાહ હતું અને નાની બહેનનું નામ ઓહોલીબાહ હતું. તેઓ બન્ને મારી થઈ અને તેઓને દીકરાઓ તથા દીકરીઓ થયાં. તેઓનાં નામોના અર્થ આ છે: ઓહોલાહનો અર્થ સમરૂન અને ઓહોલીબાહનો અર્થ યરુશાલેમ છે. "ઓહોલાહ મારી હતી, છતાં તેણે ગણિકાવૃત્તિ ચાલુ રાખી. તે પોતાના પ્રેમીઓ, એટલે આશૂરના યોદ્ધાઓ ઉપર મોહી પડી હતી. તેઓ જાંબુડિયા રંગના વસ્ત્ર પહેરનારા સૂબાઓ તથા અમલદારો હતા. જેઓ મજબૂત અને ખૂબસૂરત હતા, તેમાંના બધા ઘોડેસવારો હતા. તેણે તેઓને એટલે આશૂરના માણસોને પોતાની જાતને ગણિકા તરીકે સોંપી દીધી, જે સર્વ વડે તે વિલાસી થઈ હતી. તેઓ આશૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. તેણે તેઓની મૂર્તિઓ વડે પોતાને અશુદ્ધ કરી. જ્યારે તે મિસરમાંથી નીકળી ત્યારે પણ તેણે પોતાની ગણિકાવૃતિ છોડી નહિ, જ્યારે તે નાની હતી ત્યારે માણસોએ તેની સાથે સૂઈને તેની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલી નાખી, તેઓએ તેની સાથે વ્યભિચાર કરવાનું ચાલુ રાખ્યું. તેથી મેં તેને તેના પ્રેમીઓના હાથમાં, એટલે આશૂરીઓના માણસો જેના માટે તે વિલાસી હતી, તેઓના હાથમાં સોંપી દીધી. તેઓએ તેની નિર્વસ્ત્રતા ઉઘાડી કરી. તેઓએ તેના દીકરાઓ તથા દીકરીઓ લઈ લીધાં, તેઓએ તેને તલવારથી મારી નાખી, તે બીજી સ્ત્રીઓમાં શરમરૂપ થઈ ગઈ, કેમ કે તેઓએ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરી. તેની બહેન ઓહોલીબાહએ આ બધું જોયું, તેમ છતાં તે પોતાના વિલાસીપણામાં વધુ ભ્રષ્ટ થઈ અને પોતાની બહેન કરતાં વધુ ગણિકાવૃત્તિ કરી. તે આશ્શૂરીઓ કે જેઓ સૂબા તથા રાજ્યપાલ હતા, જેઓ ભભકાદાર પોશાક પહેરનારા તથા ઘોડેસવારો હતા. તેમાંના બધા ખૂબસૂરત તથા મજબૂત હતા તેમના પર મોહિત થઈ. મેં જોયું કે તેણે પોતાની જાતને અશુદ્ધ કરી છે. તે બન્ને બહેનોનો એક જ માર્ગ હતો. તેણે પોતાની ગણિકાવૃત્તિ વધારી. તેણે દીવાલ પર કોતરેલા માણસો, એટલે લાલ રંગથી કોતરેલી ખાલદીઓની પ્રતિમા જોઈ, તેઓએ કમરે કમરબંધ બાંધેલા હતા અને માથે સુંદર સાફા બાંધેલા હતા. તેઓમાંના બધા દેખાવમાં રાજ્યઅમલદારો જેવા લાગતા હતા. તેઓની જન્મભૂમિ ખાલદી દેશ છે, તે બાબિલના વતની જેવા લાગતા હતા. તેણે જેમ તેઓને જોયા કે તરત જ તેઓની આશક થઈ, તેથી તેણે તેઓની પાસે ખાલદી દેશમાં સંદેશાવાહકો મોકલ્યા. ત્યારે બાબિલવાસીઓ આવ્યા અને તે સ્ત્રીને લઈને પથારીમાં સૂઈ ગયા, તેઓએ તેની સાથે વ્યભિચાર કરીને તેને ભ્રષ્ટ કરી, પછી તેનું મન તેઓના પરથી ઊઠી ગયું. તેણે ખુલ્લી રીતે વ્યભિચાર કર્યો અને પોતાને ઉઘાડી કરી, જેમ મારું મન તેની બહેન પરથી પણ ઊઠી ગયું હતું, તેમ મારું મન તેના પરથી ઊઠી ગયું. પછી તેણે મિસર દેશમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો હતો, તે દિવસો યાદ કરીને તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો. તે પોતાના પ્રેમીઓ માટે પ્રેમીકા હતી, જેઓની ઈંદ્રિયો ગધેડાની ઈંદ્રિયો જેવી હતી અને જેઓનું બીજ ઘોડાના બીજ જેવું હતું. જ્યારે મિસરવાસીઓથી તેની ડીટડીઓ છોલાઈ ત્યારે તેણે પોતાની જુવાનીનાં લંપટતાના કાર્યો યાદ કરીને ફરીથી શરમજનક કાર્ય કર્યું,

હું તારામાંથી તારા શરમજનક કાર્યોનો અને મિસર દેશમાં કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. જેથી તું તારી નજર તેઓના તરફ ઉઠાવશે નહિ અને મિસરને સ્મરણમાં લાવશે નહિ.' કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: 'જો, જે લોકોને તું ધિક્કારે છે અને જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ. તેઓ તને ધિક્કારશે; તેઓ તારી બધી સંપત્તિ લઈ લેશે અને તને ઉઘાડી કરી મૂકશે. તારા વ્યભિચારની ભ્રષ્ટતા એટલે તારાં શરમજનક કાર્યો તથા તારો વ્યભિચાર ઉઘાડાં થશે. તેં ગણિકા જેવું કાર્ય કર્યું છે, પ્રજાઓની પાછળ જઈને તેમની પ્રેમીકા થઈ છે અને તેઓની મૂર્તિઓથી તેં પોતાને અપવિત્ર કરી છે, માટે આ સર્વ દુઃખો તારા પર લાવવામાં આવશે.

માટે, પ્રભુ યહોવાહ આમ કહે છે: 'કેમ કે તું મને ભૂલી ગઈ છે અને મને તારી પીઠ પાછળ ફેંકી દીધો છે, તેથી તું તારી લંપટતા અને વ્યભિચારની શિક્ષા સહન કરશે." યહોવાહે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, શું તું ઓહોલાહ અને ઓહોલીબાહનો ન્યાય કરશે? તો તેઓએ જે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે તે તેઓને જણાવ. તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં લોહી છે. તેઓએ મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેઓએ મારાથી તેઓને થયેલા દીકરાઓને અગ્નિમાં ભસ્મ થવા સારુ સોંપ્યા છે. વળી તેઓએ સતત મારી સાથે આ કર્યું છે; તેઓએ મારા પવિત્રસ્થાનને અપવિત્ર કર્યું છે, તે જ દિવસે તેઓએ મારા વિશ્રામવારોને અશુદ્ધ કર્યા છે. કેમ કે તેઓએ પોતાનાં બાળકો મૂર્તિઓને ચઢાવ્યાં પછી તે જ દિવસે તેઓ મારા સભાસ્થાનને અશુદ્ધ કરવા આવ્યા જુઓ, તેઓએ મારા સભાસ્થાનની વચ્ચે જે કર્યું છે તે આ છે.

વળી તમે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા- હવે જુઓ,! તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કર્યું, આંખોમાં કાજળ લગાવ્યું અને ઘરેણાંથી પોતાને સુશોભિત કરી. અને તું સુંદર ભભકાદાર પલંગ પર બેઠી અને તેની આગળ મેજ બિછાવી. પછી તેં તેના પર ધૂપ તથા મારુ તેલ મૂક્યું. તમારા ઓરડામાંથી મોટી ઉજાણીના અવાજો સંભળાતા હતા. અને અરણ્યમાંથી નશાથી ચૂર લોકોને લાવવામાં આવ્યા હતા. તેઓએ તેમના બંનેના હાથોમાં બંગડીઓ પહેરાવી હતી અને તેઓના માથે સુંદર મુગટો પહેરાવ્યા હતા. ત્યારે જે વ્યભિચાર કરીને વૃદ્ધ થઈ ગઈ હતી તેને વિષે મેં વિચાર કર્યો, 'હવે તેઓ તેની સાથે વ્યભિચાર કરશે, હા તેઓ તેની સાથે વ્યભિચાર કરશે.' જેમ લોકો વેશ્યા પાસે જાય છે તેમ તેઓ તેની પાસે ગયા, આ રીતે તેઓએ તે ગણિકા સ્ત્રીઓ ઓહોલાહ તથા ઓહોલીબાહ પાસે જવાનું ચાલું રાખ્યું. પણ ન્યાયી માણસો તો તેમને વ્યભિચારી તથા ખૂની સ્ત્રીઓની સજા કરશે, કેમ કે, તેઓએ વ્યભિચાર કર્યો છે અને તેમના હાથમાં લોહી છે."

હું દેશમાંથી શરમજનક કાર્યોનો અંત લાવીશ. જેથી બધી સ્ત્રીઓ શિસ્તમાં રહે અને તેઓ ગણિકાનું કાર્ય કરે નહિ. તેઓ તમારાં શરમજનક કાર્યોનો બદલો તમને આપશે. મૂર્તિપૂજાના પાપનાં ફળ તમારે ભોગવવા પડશે. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું."

જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું, "જા, ગણિકા સાથે લગ્ન કર. તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે. કેમ કે મને તજીને દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે."

તમારી માતાને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે તે મારી પત્ની નથી, હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકાવૃતિ અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે. જો તેમ નહિ, તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ તેના જન્મદિવસે તે હતી તેવી તેની નિર્વસ્ત્ર દશા હું બતાવીશ. હું તેને અરણ્ય સમાન કરીને, સૂકી ભૂમિ જેવી કરી દઈશ, હું તેને પાણી વગર તરસે મારી નાખીશ. હું તેનાં સંતાન પર દયા રાખીશ નહિ, કેમ કે તેઓ એક ગણિકાનાં સંતાનો છે. કેમ કે તેમની માતા ગણિકા છે, તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે. તેણે કહ્યું, "હું મારા પ્રીતમોની પાછળ જઈશ, કેમ કે, તેઓ મને મારી રોટલી, પાણી, મારું ઊન, મારું શણ, મારું તેલ અને પીણું આપે છે."

શાપ આપવો, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી. લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે.

મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે, તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે. કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે, તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે. તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોનવૃક્ષો, પીપળવૃક્ષો તથા એલાહવૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે. જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ. કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.

હું એફ્રાઇમને ઓળખું છું, ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી. કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે; ઇઝરાયલ અપવિત્ર છે. તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે, કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે, તેઓ યહોવાહને જાણતા નથી.

હે ઇઝરાયલ, બીજા લોકોની જેમ આનંદ ન કર. કેમ કે તું તારા ઈશ્વરને ભૂલીને યહોવાહને વિશ્વાસુ નથી રહ્યો. દરેક ખળીમાં તેં વેતન આપવા ચાહ્યું છે.

તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે, છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે, અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે. જેથી તેઓ મદ્યપાન કરી શકે.

આ બધાનું કારણ એ છે કે, સુંદર ગણિકાની વિષયવાસના, જે જાદુક્રિયામાં પ્રવીણ, જે પોતાની ગણિકાગીરીથી પ્રજાઓને તથા લોકોને પોતાના જાદુક્રિયાથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે.

પણ તું કહે છે, "શા માટે તે નહિ?" કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે. શું આત્માના અંશ વડે તેણે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તેઓ ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, "હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે "જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. "માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો."

"પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનમાં જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહિ કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ," એમ સૈન્યોના યહોવાહ કહે છે.

'વ્યભિચાર ન કરો', એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે ક્યારનુંયે વ્યભિચાર કર્યો છે.

પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.

કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે.

હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.'

તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.'

કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે વ્યભિચાર, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામવૃત્તિ, અદેખાઇ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.

ઈસુ તેઓને કહે છે કે, 'જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે અને જો પત્ની પોતાના પતિને ત્યજી દે અને બીજા સાથે લગ્ન કરે, તો તે પણ વ્યભિચાર કરે છે.'

તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના માબાપને માન આપ.'

જે કોઈ પોતાની પત્નીને ત્યાગીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.

તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.'

ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ત્યાં લાવ્યા; અને તેને વચમાં ઊભી રાખીને, ઈસુને કહ્યું કે, 'ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?' તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું. તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, 'તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.' ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું. જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં. ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, 'સ્ત્રી, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?' તેણે કહ્યું, 'પ્રભુ, કોઈએ નહિ.' ઈસુએ કહ્યું, 'હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.'

પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મરેલાથી, તથા લોહીથી દૂર રહેવું.

એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મરેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.

પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહેવું.'

તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે તાજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે. કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો. અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.

અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં. તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,

'આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે', એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.

તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.

તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.

તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી. તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ. કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.

પણ મારાં અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે.

તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી. કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી; કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી. અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.

તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.

તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.

કારણ કે 'તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, 'પોતાના પડોશી પર પ્રેમ રાખવો.'

દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઇમાં નહિ. પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.

મારા સાંભળવામાં આવ્યું એવું છે કે તમારામાં વ્યભિચાર વ્યાપેલો છે, અને તે પણ એવો કે જે બિનયહૂદી પણ ચાલતો નથી; એટલે કે કોઈએ પોતાના સાવકી માને રાખી છે.

મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો; પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે. પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ. કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ? પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.

શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા [સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ], ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ. તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો.

ખોરાક પેટને માટે છે અને પેટ ખોરાકને માટે છે. પણ ઈશ્વર બન્નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નહિ, પણ પ્રભુનો મહિમા કરવા માટે આપવામાં આવ્યું છે. અને પ્રભુ શરીરને માટે.

આપણાં શરીરો ખ્રિસ્તનાં અંગો છે, એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તનાં અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાઓ. શું તમે નથી જાણતા કે વ્યભિચારિણી સાથે જે જોડાય છે, તે તેની સાથે એક દેહ થાય છે? કેમ કે શાસ્ત્ર કહે છે કે, તેઓ એક દેહ થશે. પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે. વ્યભિચારથી નાસો, માણસ જે પાપ કરે તે શરીર બહારના છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.

હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું. પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું, પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે. એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.

પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.

પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.

જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.

માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે. માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.

કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારુ કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારુ આપણને સર્વને ખ્રિસ્તનાં ન્યાયાસનની આગળ હાજર થવું પડશે.

તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.

પાછો આવું ત્યારે કદાચ મારા ઈશ્વર તમારી આગળ મને નીચો કરે; અને જે કેટલાક અગાઉ અશુદ્ધતા, વ્યભિચાર તથા જારકર્મ કરતા હતા અને એવાં પાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણાં વિષે હું દુઃખી થાઉં.

પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું, મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઇ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.

અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.

યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે; કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.

તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.

તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.

વ્યભિચાર તથા સર્વ પ્રકારની અશુદ્ધતા અથવા દ્રવ્યલોભનાં નામ પણ સરખાં તમારે કદી ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે; જે અશોભનીય છે એવી નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા હસીમજાક તમારામાં ન થાય પણ તેના બદલે આભારસ્તુતિ [કરવી]. કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તનાં તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી.

તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.

કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો; તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.

કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે. એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.

આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ, વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ

વળી જુવાનીનાં આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.

કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ, પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, અવિચારી, અહંકારી, ઈશ્વર પર નહિ પણ મોજશોખ પર પ્રેમ રાખનારા. ભક્તિભાવનો દેખાવ કરીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; આવાં લોકોથી તું દુર રહે. તેઓમાંના કેટલાક લોકો એવા છે કે જેઓ બીજાના ઘરમાં ઘૂસીને મૂર્ખ, પાપથી લદાયેલી, વિવિધ પ્રકારની દુર્વાસનાઓથી ભટકી ગયેલી,

તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં સમજદારી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું;

અને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ કે જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી માર્યું તેના જેવો કોઈ ભ્રષ્ટ થાય.

લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે. કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે ઈશ્વર કોઈને ભૂંડું કરવા લલચાવતા નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી; પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.

તમે માગો છો, તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખરચી નાખવાના ખરાબ ઇરાદાથી માગો છો. ઓ બેવફા લોકો, શું તમે જાણતા નથી, કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.

તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુર્વાસના પ્રમાણે ન ચાલો.

પ્રિયજનો, હું વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે, પરદેશી તથા પ્રવાસીની જેમ દૂર રહો.

હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે, કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે. કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા.

કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; તેમ જ [ઈશ્વરે] પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં; અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી; અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો, કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો. પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.

તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ ડામાડોળ માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.

તેઓ ભ્રમણામાં છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.

પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે.

કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.

અને જે નર્કદૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચૂકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે. તોપણ એવી રીતે પણ આ સ્વચ્છંદીઓ દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે.

તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે;

તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે; તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે. તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી. જુઓ, હું તેને પથારીવશ કરું છું. તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું.

વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, બદકૃત્યો તથા ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.

ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે, 'પડ્યું રે, મોટું બેબિલોન શહેર પડ્યું કે, જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે.'

જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, 'અહીં આવ, અને જે મોટી વારાંગના ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું. તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.'

કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.

દુનિયાના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા વિલાસ કર્યો, તેઓ જયારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, અને વિલાપ કરશે,

કેમ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે; કેમ કે જે મોટી વારાંગનાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી, તેનો તેમણે ન્યાય કર્યો છે અને તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે.

પણ બીકણો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે."

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net